Ashwin Parmar

Ashwin Parmar

Share

ચેરમેન - જાહેર બાંધકામ સમિતિ, મોડાસા નગરપાલિકા
કોર્પોરેટર - મોડાસા નગરપાલિકા, વોર્ડ નં. 5,
વોર્ડના વિકાસ અને જનકલ્યાણ માટે સમર્પિત

Photos from Ashwin Parmar's post 17/06/2026

"વિકસિત ભારત @2047" અને "વિકસિત ગુજરાત @2047"ના સંકલ્પને સાકાર કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા શુભ હેતુથી આજે મોડાસા પ્રાથમિક શાળા નં. 1 ખાતે આયોજિત ભવ્ય જન કલ્યાણ શિબિર નો શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર, મોડાસા શહેર ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ કડિયા, નગર પાલિકા પ્રમુખશ્રી જયશ્રીબેન પટેલ તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં શિબિરની મુલાકાત લઈ વિવિધ સ્ટોલ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું.

Photos from Ashwin Parmar's post 16/06/2026

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ અને રાષ્ટ્ર વિકાસને સમર્પિત સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે મોડાસા ખાતે "વિકસિત ભારત સંકલ્પ સંમેલન" નું આયોજન કરવામાં આવ્યું તથા 12 વર્ષને પ્રદર્શિત કરતી પ્રદર્શનનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું.

15/06/2026

અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ તેમજ દાહોદ જિલ્લાના સંગઠન પ્રભારી માનનીય શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સાહેબને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. 🌹🎂

પરમાત્મા આપને દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સમાજસેવા તથા સંગઠન કાર્યમાં સતત સફળતા પ્રદાન કરે તેવી શુભેચ્છાઓ.

જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ રાજેન્દ્રભાઈ! 🎉💐

12/06/2026
Photos from Ashwin Parmar's post 12/06/2026

♻️ સ્વચ્છ મોડાસા – હરિત મોડાસા તરફ એક વધુ પગલું ♻️

મોડાસા નગરપાલિકા દ્વારા "સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત" અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 5 માં આવેલ વિધાકુંજ સોસાયટી માં ઘરે-ઘરે કચરાના વૈજ્ઞાનિક વિભાજન અંગે જનજાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
લીલો કચરો, સૂકો કચરો, સેનેટરી વેસ્ટ અને ઘરગથ્થુ જોખમી કચરાનું યોગ્ય રીતે વિભાજન કરીને આપણે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણમાં મહત્વનું યોગદાન આપવા આહવાન કર્યું.

11/06/2026

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે મોડાસાની રામ પાર્ક સોસાયટી ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું.

🔱 હર હર મહાદેવ
🇮🇳 વંદે માતરમ્

10/06/2026

રાષ્ટ્રસેવાના 4,399 દિવસ!

ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ હાર્દિક અભિનંદન.

29/05/2026

19/05/2026

મોડાસા નગરપાલિકાના દંડક તરીકે નિયુક્ત થવા બદલ શ્રી વિશાલભાઈ ભાવસાર ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ...

Want your public figure to be the top-listed Public Figure in Modasa?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address

Modasa