Collector Arvalli
An official page of Aravalli District by the Aravalli Administrators. It gives you a glimpse of the activities and development updates of the District.
07/10/2026
CMO Gujarat Revenue Department, Government of Gujarat
06/10/2026
#સેવાસેતુ કાર્યક્રમ ૨.૧ #ગ્રામ્ય (બીજો તબક્કો).
ભિલોડા તાલુકાનાં ધોલવાણી પ્રા.શાળા ખાતે સમાવિષ્ટ ગામોના લોકોને "સેવા સેતુ" કાર્યક્રમ દ્વારા ગ્રામજનોએ ઘર આંગણે વિવિધ વિભાગોની સેવાઓનો લાભ સ્થળ પર લીધો તથા સરકારશ્રીની યોજનાઓનો લાભ આપવામાં આવ્યો.
CMO Gujarat
Revenue Department, Government of Gujarat #ભિલોડા
03/10/2026
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ચિત્ર સ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધા તેમજ પ્રાકૃતિક રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ શિક્ષણ વિભાગ અને યુવા તથા સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો.તાલુકા કક્ષાએથી પસંદગી પામેલા શ્રેષ્ઠ ૧૦-૧૦ ચિત્રો તથા વિવિધ કેટેગરીમાંથી એક-એક વક્તૃત્વ સ્પર્ધાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો.ચિત્ર સ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સેવા,રાષ્ટ્રીય એકતા અને વિકસિત ભારત ૨૦૪૭ના વિચારોને પોતાની કલા અને વાણી દ્વારા અસરકારક રીતે રજૂ કર્યા.
#સેવાસંકલ્પઅભિયાન #અરવલ્લી Education Department, Government of Gujarat
Info Aravalli GoG CMO Gujarat Gujarat Information
01/10/2026
#સેવાસેતુ કાર્યક્રમ ૨.૧ #ગ્રામ્ય (બીજો તબક્કો).
મોડાસા તાલુકાનાં શામપુર પ્રા.શાળા ખાતે અને તેમા સમાવિષ્ટ ગામોના લોકોને "સેવા સેતુ" કાર્યક્રમ દ્વારા ઘર આંગણે વિવિધ વિભાગોની સેવાઓનો સ્થળ પર લીધો લાભ તથા સરકારશ્રીની યોજનાઓના લાભો ઘર આંગણે આપવામાં આવે છે. CMO Gujarat
Revenue Department, Government of Gujarat
30/09/2026
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાત યોગ બોર્ડ દ્વારા મોડાસાની કે.એન.શાહ હાઈસ્કૂલ ખાતે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ગુજરાત યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીએ ઉપસ્થિત રહીને અરવલ્લી જિલ્લાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો.
ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત આ શિબિર સેવા સંકલ્પ અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ હતો.જિલ્લાના અધિકારીઓ અને નાગરિકો વચ્ચે યોગની મહત્તા અંગે સમજ વિકસાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.સહભાગીઓએ યોગાભ્યાસમાં ઉત્સાહથી ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં યોગની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવામાં મદદ મળે છે અને નાગરિકોને સ્વસ્થ તથા સકારાત્મક જીવન જીવવા માટે પ્રોત્સાહન મળે છે.
CMO Gujarat Info Aravalli GoG Gujarat State Yog Board Harsh Sanghavi
23/09/2026
#સેવાસેતુ કાર્યક્રમ-૨.૧ #ગ્રામ્ય (બીજો તબક્કો).
સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત ધનસુરા તાલુકાના નવલપુર પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોનો સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો.સરકારશ્રીની વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવ્યો.
CMO Gujarat Harsh Sanghavi Revenue Department, Government of Gujarat
23/09/2026
મોડાસા તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ ૨.૧ (ગ્રામ્ય) નું આયોજન.
ટીંટોઇ ક્લસ્ટર ખાતે બોલુન્દ્રા,ભામણવાડ,નાંદીસણ, મોટી ઇસરોલ, ભીલકુવા, જીતપુર અને જીવણપુર પંચાયતોનો સમાવેશ છે.
પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે હેતુથી મોડાસા તાલુકામાં ક્લસ્ટર વાઈઝ સેવાસેતુ કાર્યક્રમ ૨.૧ (ગ્રામ્ય)નું આયોજન કરવામાં આવ્યું છે.
નાગરિકોને આધાર કાર્ડ અપડેશન,આવક-જાતિ પ્રમાણપત્ર, વૃદ્ધપેન્શન,વિધવા પેન્શન,આયુષ્માન કાર્ડ, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ,જમીન રેકોર્ડ તેમજ અન્ય વહીવટી સેવાઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી.વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહીને નાગરિકોની અરજીઓનો નિકાલ કર્યો હતો.
સેવાસેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ તાલુકા કે જિલ્લા કચેરીમાં વારંવાર આવવાની જરૂર ન પડે અને સરકારી યોજનાઓનો લાભ ઝડપથી તથા પારદર્શક રીતે મળે. આવા કાર્યક્રમોથી સુશાસન મજબૂત બને છે અને પ્રજાને ઘર આંગણે જ સેવાઓ મળે છે.
CMO Gujarat Info Aravalli GoG Harsh Sanghavi Revenue Department, Government of Gujarat
18/09/2026
પોષણ માહ-૨૦૨૬ અંતર્ગત વિદ્યાર્થીઓમાં પોષણ, પ્રાકૃતિક ખેતી તેમજ તાજા અને પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ કેળવવાના હેતુથી અરવલ્લી જિલ્લાની ૧૨૦૫ પ્રાથમિક શાળાઓમાં પ્રાકૃતિક કિચન ગાર્ડન વિકસાવવાની મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આગામી બે માસમાં જિલ્લાના તમામ તાલુકાઓની શાળાઓમાં ઓછામાં ઓછા પાંચ પ્રકારના શાકભાજી જેવા કે દુધી, ટામેટા, ધાણા, મરચાં, રીંગણ, પાલક, ગલકાં, તુરીયા, કાકડી, મેથી અને ફુદીના સહિતના શાકભાજીનું પ્રાકૃતિક પદ્ધતિથી વાવેતર કરી કિચન ગાર્ડન વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત માલપુર તાલુકાની ૧૪૦ પ્રાથમિક શાળાઓને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવી છે.
માલપુર તાલુકાની સાતરડા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના હસ્તે પ્રાકૃતિક કિચન ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આત્મા (ATMA)ના તાલીમકારો દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અને તેના ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કિચન ગાર્ડનના માધ્યમથી વિદ્યાર્થીઓને શાકભાજીના વાવેતરથી લઈને ઉત્પાદન સુધીની પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ મળશે. શાળામાં ઉત્પાદિત પ્રાકૃતિક શાકભાજીનો મધ્યાહન ભોજનમાં ઉપયોગ કરવામાં આવશે, જેના પરિણામે વિદ્યાર્થીઓને તાજો, પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહેવાની સાથે સ્થાનિક સ્તરે ઉત્પાદિત શાકભાજીના ઉપયોગને પણ પ્રોત્સાહન મળશે. કિચન ગાર્ડનની નિયમિત જાળવણી અને સુચારુ કામગીરી માટે વિવિધ વિભાગોને જવાબદારીઓ સોંપી જરૂરી હુકમ કરવામાં આવ્યા છે.
CMO Gujarat Info Aravalli GoG
18/09/2026
અરવલ્લી જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ.
અરવલ્લી જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસ અંતર્ગત બાળકો, વાલીઓ તથા લાભાર્થીઓમાં પોષણ અંગે જાગૃતિ આવે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. આંગણવાડી કાર્યકરો દ્વારા પોષણયુક્ત આહાર, સ્વચ્છતા, આરોગ્ય અને સારા જીવનશૈલી અંગે બાળકો તથા વાલીઓને માહિતગાર કરવામાં આવ્યાં.
પોષણ માસની પ્રવૃત્તિના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોમાં સ્થાનિક અને પોષણસભર અનાજ, કઠોળ, લીલા શાકભાજી, ફળો તથા અન્ય પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.બાળકો અને વાલીઓને દૈનિક આહારમાં વિવિધ પોષક તત્ત્વોનો સમાવેશ કરવા તેમજ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પૌષ્ટિક ખોરાકના ઉપયોગ અંગે સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત સ્વચ્છતા અને પોષણનો સંબંધ, હાથ ધોવાની યોગ્ય પદ્ધતિ, બાળકોના સ્વસ્થ વિકાસ માટે પોષણનું મહત્વ, માતા અને બાળકના આરોગ્ય સહિતના વિષયો પર જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. બાળકો દ્વારા વિવિધ જાગૃતિ સંદેશા સાથેના પ્લેકાર્ડ રજૂ કરી પોષણ અને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આંગણવાડી કેન્દ્ર ખાતે ઉપસ્થિત લાભાર્થીઓને સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી પોષણલક્ષી યોજનાઓ અને સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રની સેવાઓનો લાભ લેવા તથા બાળકોના પોષણ અને આરોગ્ય પ્રત્યે સતત જાગૃત રહેવા વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.
પોષણ માસ અંતર્ગત યોજાયેલી આ પ્રવૃત્તિઓ દ્વારા **“સ્વસ્થ બાળક – સ્વસ્થ પરિવાર – સુપોષિત ભારત”**ના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકરો, લાભાર્થીઓ,વાલીઓ અને બાળકોની સહભાગિતાથી પોષણ જાગૃતિ અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું હતું.
CMO Gujarat WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat
18/09/2026
Category
Contact the organization
Website
Address
Modasa
383315
Alerts
Be the first to know and let us send you an email when Collector Arvalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.