KNowledge Point

KNowledge Point

Share

"બેટી પઢાઓ, સમાજ સુધારો" Foe std 1 to 10 (Gujarati/Enaglish Medium)
std 11-12(Science/Commerce)

29/06/2024

દર વર્ષે ૨૯ જૂનમાં રોજ 'રાષ્ટ્રીય આંકડાકીય દિવસ' (NATIONAL STATISTICS DAY) મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળ સરકારનો હેતુ આપણા રોજિંદા જીવનમાં તેમજ રાષ્ટ્રીય આર્થિક નીતિઓમાં સ્ટેટિસ્ટિક્સના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે.

ભારત સરકારે ૨૦૦૬માં ફાધર ઓફ ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ (આંકડાશાસ્ત્રી)ને માન આપવા માટે 'NATIONAL STATISTICS DAY'ની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય આંકડાશાસ્ત્રમાં પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ અમૂલ્ય પ્રદાન છે.

પ્રશાંત ચંદ્ર મહાલનોબિસનો જન્મ ૨૯ જૂન ૧૮૯૩ના રોજ કોલકાતામાં થયો હતો. તેઓ 'ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ સાયન્સ'ના સ્થાપક હતા. તેઓ સ્ટેટીસટીક્સ માપદંડ મહાલનોબિસ ડિસ્ટન્સ, મોટા પાયે સેમ્પલના સર્વેક્ષણ સહિતના યોગદાન માટે જાણીતા છે. આ ઉપરાંત વિવિધ જૂથોમાં સામાજિક-આર્થિક પરિસ્થિતિઓની તુલના કરવાના તેમના 'ફ્રેક્ટાઈલ ગ્રાફિકલ એનાલિસિસ' નામની પદ્ધતિની શોધ પણ ખૂબ પ્રખ્યાત છે. તેઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા. તેઓ ૧૯૫૫થી ૧૯૬૭ દરમિયાન આયોજન પંચના સભ્ય રહ્યા હતા. તેમજ દેશના ઔદ્યોગિકરણના આયોજનમાં પણ તેમનો સિંહફાળો હતો. નેશનલ સ્ટેટિસ્ટિક્સ સિસ્ટમમાં તેમના યોગદાન બદલ 'રાષ્ટ્રીય આંકડાકીય દિવસ' ઉજવાય છે.

સામાજિક-આર્થિક માળખામાં સ્ટેટિસ્ટિક્સના મહત્વ પર ભાર આપવા માટે લોકોમાં જાગૃતિ લાવવા અને યુવા પેઢીને પ્રેરણા આપવાની દિશામાં 'રાષ્ટ્રીય આંકડાકીય દિવસ' થકી પ્રયત્નો થાય છે. આ દિવસની ઉજવણી વિવિધ સેમિનાર અને સ્પર્ધાઓથી કરવામાં આવે છે. જેનો હેતુ રાષ્ટ્રીય વિકાસમાં સ્ટેટિસ્ટિક્સના ઉપયોગને વધારવાનો છે. આ દિવસે એપ્લાઇડ અને થિયરેટિકલ સ્ટેટિસ્ટિક્સ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર લોકોને મંત્રાલય દ્વારા સન્માનિત કરવામાં આવે છે.

27/05/2023
Photos from KabeeR Welfare TRUST's post 19/06/2018

Category

Telephone

Website

Address


7/877-878 Noori Mohalla, Rampura
Surat
395003

Opening Hours

Monday 8am - 10am
4pm - 9:45pm
Tuesday 8am - 10am
4pm - 9:45pm
Wednesday 8am - 10am
4pm - 9:45pm
Thursday 8am - 10am
4pm - 9:45pm
Friday 8am - 10am
4pm - 9:45pm
Saturday 4pm - 9pm
Sunday 8am - 1pm

Alerts

Be the first to know and let us send you an email when KNowledge Point posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Surat.